Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી મારુ કામ નથી: સલમાન ખાન

મુંબઈ:સલમાન ખાનની ફિલ્મોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. તેમની ફિલ્મોમાં રોમાન્સ તો હોય છે. પરંતુ કિસિંગ સીન નહી. જોકે સલમાન ખાન ફિલ્મોમાં કિસિંગ સીન આપતા નથી. હવે એક ઇન્ટરવ્યુમાં સલમાને જણાવ્યું કે તે ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી માટે નથી.એક ઇન્ટરવ્યુંમાં સલમાને જણાવ્યું તે હાલ પણ જ્યારે સ્ક્રીન પર કિસિંગ સીન આવે છે તો અમને બધાને અજીબ લાગે છે. તમે જે પણ રીતે ઇચ્છો તે રીતે જોઇ શકો છો. પરંતુ હું મારું ધ્યાન હંમેશા ક્લીન સિનેમા તરફ રાખુ છું. હું ઇચ્છું છુ કે મારા બેનરમાં એવી ફિલ્મો આવે જેમા નોટીનેસ, એક્શન, રોમાન્સ હોય અને દરેક લોકો સાથે બેસીને જોઇ શકે. હું આ સતત આગળ પણ રાખીશ. જો કોઇ ફિલ્મ A રેટેડ હોય છે, તો તે એક્શનના કારણે હશે. હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યુડિટી માટે બિલકુલ પણ નથી બન્યો. તે સિવાય સલમાને પોતાને સરેરાશ અભિનેતા ગણાવ્યો છે. સાથે જ તેને કહ્યું કે શાહરુખ ખાન અને આમિર ખાન લેજેન્ડ છે. બન્નેની એક- બે ખરાબ ફિલ્મો હોય શકે છે. પરંતુ તે હંમેશા શાનદાર વાપસી કરે છે. જોકે, ટેન્શન તો મારું છું. મેં લોકોને મારા વિષે કહેતા સાંભળ્યું છે કે તે મારા માટે આવું નથી વિચારતા. મારી પાસે સીન એવો છે કે હું સરેરાશ પ્રમાણમાં ટેલેન્ટ અને લકના કારણથી સર્વાઇવ કરી રહ્યો છું.વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ફિલ્મ ભારત 5 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરીના કેફ, દિશા પટની , તબ્બુ અને સુનીવ ગ્રોવર પણ છે. અલી અબ્બાસ જફરે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે.

(5:20 pm IST)