Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

'દે દે પ્યાર દે'નું પહેલું સોન્ગ 'વડ્ડી શરાબન' થયું લોન્ચ : જોવા મળ્યો રકૂલ-અજયનો પ્રેમ

મુંબઈ: બોલીવુડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ દે દે પ્યાર દે, 'વડ્ડી શરાબન' નું પહેલું ગીત રિલિઝ કરવામાં આવ્યું છે. ગીતમાં, અજય રકુલ પ્રીત  સાથે પ્રેમ બતાવશે. સુનિધિ ચૌહાણ અને નવરાજ હંસે ગીતને તેમની મીઠી અવાજ આપ્યો છે.ગીતમાં અજય દેવગન અને રાકુલ પ્રીતે વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રીની સાથે જોવા મળે છે. ગીત વિશે વાત કરીએ તો ગીત એક પંજાબી લગ્નને લગતું ગીત છે. ગીતમાં રકૂલ જોરદાર રોતે ડાન્સ કરતી જોવા મળે છે.

 

(5:19 pm IST)