Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સ્ટુડન્ટ ઓફ ધ ઇયર-૨નું ટ્રેલર લોન્ચઃ ઇમોશન, અેકશન, રોમાન્સનો નજારો

નવી દિલ્હી: ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ઇયર 2'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જ્યારથી ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ઇયર 2' બનાવવાનું શરૂ થઇ ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. ગત બે દિવસોમાં ફિલ્મના 5 પોસ્ટર રિલીઝ થયા તો બીજી તરફ ફિલ્મનું જોરદાર ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે.

3 મિનિટ 5 સેકેન્ડના ટ્રેલરમાં ટીન એજર્સના ઇમોશન, એક્શન, રોમાન્સ અને ગજબનું ટશન જોવા મળી રહ્યું છે. અનન્યા પાંડે અને તારા સુતરિયામાં જોવા મળ્યું ક્યૂટનેસનું કોમ્પિટિશન તો બીજી તરફ ટાઇગર શ્રોફ હવે અત્યાર સુધીના સૌથી જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ટાઇગર સામે ઉભેલા પુનીત મલ્હોત્રા પણ તેમને જોરદાર ટક્કર આપતાં જોવા મળે છે. જુઓ જોરદાર ટ્રેલર...

ટ્રેલરમાં જોવા મળતી કહાણી ટાઇગર શ્રોફ બાદ પોતાને પ્રૂવ કરવા અને સ્ટૂડન્ટ ઓફ ઇયરનો ખિતાબ જીતવાની જંગની આસપાસ ફરે છે. ફિલ્મની બંને અભિનેત્રી તારા સુતરિયા અને અનન્યા પાંડે એક્ટિંગથી માંડીને લુક્સ સુધી દરેક મામલે એકબીજાને ટક્કર આપી રહ્યા છે.

કહેવું ખોટું નથી કે ફિલ્મમાં દેખાતું કેમ્પસ કોલેજ અથવા સ્કૂલથી વધુ કોઇ સ્પોર્ટ્સ ક્લબ, ડાન્સિંગ ક્લાસ અથવા ફેશન ઇન્સ્ટિટ્યૂટની માફક જોવા મળે છે. પરંતુ જે પણ હોય ટ્રેલર એટલું જોરદાર છે કે તમારે સિનેમા હોલ જવા માટે મજબૂર કરી દેશે.

ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ઇયર 2' જ્યાં 'ડિસ્કો દિવાને'ના રિમેક પર ડેબ્યૂ સ્ટાર આલિયાએ ડાન્સ કરીને બધાનું દિલ જીત લીધું હતું. તો બીજી તરફ ફિલ્મમાં 'યે જવાની હૈ દિવાની'નું રીમેક ધમાલ મચાવવા માટે તૈયાર છે. ગીત એટલું જોરદાર છે કે વર્ષે દર પાર્ટીનો જીવ બનનાર છે.

મોસ્ટ અવેટેડ ફિલ્મ આજથી ઠીક એક મહિના બાદ 10 મેના રોજ રિલીઝ થવાની છે. તમને જણાવી દઇએ કે 2012માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ઇયર'ની સીક્વલ છે. ફિલ્મના ડાયરેક્ટર પુનીત મલ્હોત્રા છે જોકે તેને કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.

(5:32 pm IST)