Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઓછી ફી મળી રહ્યાનું દર્દ મજાકમાં કહી દીધું અર્ચનાએ

ટીવી પરદે કપિલ શર્માનો શો ખુબ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં કપિલના શોમાં મોૈની રોય અને ભોજપુરી કલાકારોએ હાજરી આપી હતી. કપિલ અને તેની ટીમ દર્શકોને હસાવવામાં સતત સફળ સાબિત થઇ રહ્યા છે. જો કે આ શોમાં નવજોતસિંઘ સિધ્ધુની જગ્યાએ આવેલી અર્ચના પુરણસિંહ હાલમાં દુઃખી છે. તેની પાછળનું કારણ છે તેને આપવામાં આવી રહેલી ફી. અર્ચનાએ પોતાને મળતી ફી બાબતે એવી કોમેન્ટ કરી હતી કે તેમાં નવજોત પણ ચપેટમાં આવી ગયા હતાં.   અર્ચનાને જ્યારે પુછાયુ હતું કે તે આ શોમાં શું બનવા ઇચ્છશે? તો તેણે તરત જવાબ આપ્યો હતો કે તે નવજોતસિંઘ સિધ્ધુ બનવા ઇચ્છે છે! કારણ કે તેને ફી વધુ મળતી હતી. અર્ચનાએ મજાકમાં પણ પોતાને ઓછી ફી મળતી હોવાનું દુઃખ છલકાવી દીધું હતું. આ શોમાં સિધ્ધુના કમબેક બાબતે કપિલે કહ્યું હતું કે હાલમાં તે ચૂંટણીના કામમાં વ્યસ્ત છે. હાલમાં તો તેના કમબેકની કોઇ આશા નથી.

(9:33 am IST)
  • જયપુર સટ્ટા બઝારે આગામી ચૂંટણીમાં ભાજપને ૨૩૦ થી ૨૩૫ બેઠકો મળશે તેવો વરતારો પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે આપ્યો હોવાનું ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:07 pm IST

  • અફઘાનમાં તાલિબાની હુમલામાં ૭ પોલીસનાં મોતઃ ૨ ગંભીર access_time 4:29 pm IST

  • અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સીઆઇએસએફના જવાનની રાઇફલમાંથી ફાયરીંગઃ નારાયણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનું મોત access_time 3:54 pm IST