Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અનુરાગ કશ્યપની ફિલ્મ ‘સાંડ કી આંખ’ નું પહેલું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: તાપસી પન્નૂના સિતારાઓ આજકાલ બુલંદીઓ પર છે. તેની ફિલ્મ ‘બદલા’એ બોક્સ ઓફિસ પર કમાલનું કલેક્શન કર્યુ છે. ફિલ્મમાં તે ફરી એકવાર મહાનાયક અમિતાભ બચ્ચન સામે કામ કરી રહી છે. આ પહેલા તાપસીએ અમિતાભ બચ્ચન સાથે પિંક ફિલ્મમાં કામ કર્યુ હતુ આ બંને ફિલ્મોની સામ્યતાની વાત કરીએતો આ બંને ફિલ્મો 8મી માર્ચ એટલેકે વુમન્સ ડે પર રિલીઝ કરવામાં આવી હતી.આ બંનેની જોડીએ એકવાર ફરી બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. બદલા ફિલ્મેતો પિંકનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ સિવાય તાપસી પાસે હાલ એક નવો પ્રોજેક્ટ છે, અનુરાગ કશ્યપની ફિલ્મ ‘સાંડ કી આંખ’ આ ફિલ્મમાં તેનો સાથ આપી રહી છે ભૂમિ પેડરેકર. ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયુ છે. જે જોતા ફિલ્મની કેટલીક કડીઓ જોડી શકાય તેમ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ તસ્વીર શેર કરી છે. જેમાં ગામડાની બે મહિલાઓ છાણાઓ થાપતી જોવા મળી રહી છે. બંને મહિલાઓનો બેક ફોટો દર્શાવવામાં આવ્યો છે. ક્યાસ એવો લગાવી શકાય કે આ બે મહિલાઓ જે દર્શાવવામાં આવી રહી છે તે તાપસી પન્નૂ અને ભૂમિ હશે. આ પહેલા જ્યારે ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે તાપસીએ એક તસ્વીર શેર કરી હતી. જેમાં ભૂમિ અને અનુરાગ એક સાથે બેસેલા જોવા મળ્યા હતા. ફિલ્મની વાત કરીએતો આનું નિર્માણ સંયુક્ત રીતે નિધિ પરમાર અને અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન તુષાર હીરાનંદાણી કરી રહ્યા છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ સાથે પ્રકાશ ઝા અને વિનીત સિંહ મહત્વનો રોલ કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટની અંગે વાત કરીએતો ખુલાસો સામે આવ્યો છે કે તાપસી અને ભૂમિ બંને યુવા પેઢીમાં ખુબજ પસંદ થતી કલાકારો છે.

(4:14 pm IST)