Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

જન્મદિવસની શુભેચ્છા પાશ્વ ગાયિકા શ્રેયા ઘોષાલને

મુંબઇ:  બોલિવૂડની મોખરાની પાર્શ્વગાયિકા શ્રેયા ઘોષાલનો આજે બર્થ ડે છે. 1984ના માર્ચની 12મીએ જન્મેલી શ્રેયા આજે 35 વર્ષની થઇ.પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બ્રહ્મપુર ગામે જન્મેલી શ્રેયાનું બાળપણ અને સંગીતની તાલીમ રાજસ્થાનમાં વીત્યાં. સાવ કૂમળી ચાર વર્ષની વયતી શ્રેયા ગાતી રહી છે. એના પિતા ભાબા એટમિક રિસર્ચ સેન્ટર સાથે જોડાયેલા હતા. શ્રેયાની માતા પોતે અચ્છી ગાયિકા હોવાથી સંગીતની પ્રાથમિક તાલીમ શ્રેયાને પોતાની માતા તરફથી મળી. ત્યારબાદ એણે વિવિધ સંગીત શિક્ષકો પાસે તાલીમ લીધી. એના કંઠની ખૂબી કલ્યાણજી આનંદજી એ પારખી અને એને મુંબઇ બોલાવી લીધી. મુંબઇમાં શ્રેયાને પ્લેબેક સિંગર તરીકે પહેલી તક સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસથી મળી. આ ફિલ્મમાં શ્રેયાએ પાંચ ગીતો ગાયાં જે હિટ પણ નીવડયાં.  ત્યારથી એ સતત ગાતી રહી છે અને વિવિધ એવોર્ડઝ્ મેળવતી રહી છે. અમેરિકામાં તો 26મી જૂન શ્રેયા ઘોષાલ ડે તરીકે ઊજવાય છે.

(4:14 pm IST)