Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

લાંબા સમયની રાહ જોયા પછી અશ્વિન કુમારની ફિલ્મ 'નો ફાધર્સ ઇન કશ્મીર'ને સેન્સર સર્ટિફિકેટ આપ્યું

મુંબઇ: કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે આઠ નવ મહિના રાહ જોવડાવ્યા બાદ અશ્વિન કુમારની ફિલ્મ નો ફાધર્સ ઇન કશ્મીરને સેન્સર સર્ટિફિકેટ આપ્યું હતું.અશ્વિન કુમારે છેલ્લા એકાદ દાયકામાં બનાવેલી ફિલ્મો મોટે ભાગે જમ્મુ કશ્મીરની સમસ્યાઓને રજૂ કરતી ફિલ્મ હોવાથી દરેક વખતે એક યા બીજા કારણે વિવાદના કેન્દ્રમાં સપડાઇ જતી રહી છે. એમની હાલની ફિલ્મ નો ફાધર્સ ઇન કશ્મીર પણ એ જ રીતે સેન્સર બોર્ડના સકંજામાં આવી ગઇ હતી. આમ પણ છેલ્લા થોડા સમયથી જમ્મુ કશ્મીરમાં વિસ્ફોટક વાતાવરણ પ્રવર્તી રહ્યું છે એટલે કશ્મીર સંબંધી સ્ટોરીલાઇન ધરાવતી ફિલ્મોને સેન્સર બોર્ડ જલદી સર્ટિફિકેટ ન આપે એ સમજી શકાય એવી વાત છે. અશ્વિન કુમારે મિડિયા સમક્ષ ધા નાખી હતી કે મારી ફિલ્મ સેન્સર બોર્ડે દબાવી રાખી છે અને હું પૂછપરછ કરું ત્યારે સંતોષકારક જવાબ મળતો નથી.અશ્વિન કુમારે  ગયા મહિને ફેબુ્રઆરીમાં આ ફિલ્મ રજૂ કરવાની જાહેરાત અગાઉ કરી હતી. પરંતુ સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ નહીં મળવાથી એમણે છેલ્લીઘડીએ રજૂઆતની તારીક મોકૂફ રાખવી પડી હતી.

(4:14 pm IST)