Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

Netflixની સિરીઝ 'દિલ્હી ક્રાઇમ' 22 માર્ચે થશે રિલીઝ: ટ્રેલર જોઈને ચોકી જશો....

મુંબઈ : 16 ડિસેમ્બર 2012ની તારીખે બનેલ ઘટનાએ કોઈ હજુ સુધી ભૂલી શક્યું નથી. આ દિવસે ફિલ્મ જોઈને મિત્રો સાથે પરત ઘરે જઈ રહેલ યુવતી સાથે 6 હવસખોરોએ તેનો જે હાલ કર્યો હતો તેને રજૂ કરતી દિલ્હી ક્રાઇમ નેટફ્લિક્સ પર 22 માર્ચના રિલીઝ થશે. આ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવાં આવ્યું છે જેને જોઈને તમે ચોક્કસ પણે હેબતાઈ જશો. આ સિરીઝના 7 એપિસોડ સંડેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે ફિલ્મ સમીક્ષાઓએ ખુબ ફિલ્મની તારીફ કરી હતી. ફિલ્મનું નિર્દેશન રીચી મહેતાએ કર્યું છે.

(4:11 pm IST)