Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

આલિયા સાથે હમણા ફિલ્મ નથી કરવી વરૂણ ધવનને

વરૂણ ધવન કલંકનું કામ પત્યા પછી કુલી નંબર વનની રિમેકનું શુટીંગ શરૂ કરશે. કુલી નંબર વનમાં ગોવિંદાએ મુખ્ય રોલ નિભાવ્યો હતો. તેની સાથે કરિશ્મા કપૂર હતી. વરૂણને જ્યારે પુછાયું કે તે આ રિમેકમાં કઇ હિરોઇન સાથે કામ કરશે? ત્યારે તેણે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. આલિયા ભટ્ટ અને સારા અલી ખાનના ઓપ્શન અપાતાં તેણે તરત જ કહ્યું હતું કે તે હવે આલિયા સાથે કામ નહિ કરે. કારણ કે આવું થશે તો ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને લોકો ગંભીર ગણી લેશ. જો કે સારાના નામ માટે તેણે ચુપ રહેવાનું પસંદ કર્યુ હતું. વરૂણ ધવન હાલમાં કલંક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, માધુરી દિક્ષીત, આદિત્ય રોય કપૂર પણ છે. ૧૯ એપ્રિલે આ ફિલ્મ આવવાની છે.

(9:47 am IST)