Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ફિલ્મો નહિ તસ્વીરોથી ચર્ચા જગાવી રહી છે સાક્ષી મલિક

નવી દિલ્હીમાં જન્મેલી સાક્ષી મલિકને બોલીવૂડમાં ફિલ્મ સોનૂ કી ટીટૂ કી સ્વીટીના એક માત્ર ગીત બમ ડીગી ડીગી થકી ઓળખ મળી છે. સાક્ષીએ મુંબઇમાં મોડેલિંગ ક્ષેત્રે કારકિર્ર્દી શરૂ કરી હતી. તે હાલમાં કોઇ ફિલ્મોને કારણે નહિ પણ પોતાની હોટ તસ્વીરોને કારણે સતત ચર્ચા જગાવતી રહે છે. સોશિયલ મિડીયા પર તેણે તાજેતરમાં આવી તસ્વીરો પોસ્ટ કરતાં અસંખ્ય ચાહકોએ લાઇક કરી હતી. સાક્ષીએ ફ્રેશલૂક, પીસી જ્વેલર્સ, નાયકા, ફેસેસ કનાડા સહિતની બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યુ છે. પોતાની ખુબસૂરત અદાને તે સતત સોશિયલ મિડીયા થકી ચાહકો સુધી પહોંચાડે છે. તેણે પંજાબી આલ્બમ પણ કર્યા હોઇ ત્યાં પણ તેના અનેક ચાહકો છે. સાક્ષી પાસે હાલમાં ફિલ્મો ન હોવા છતાં તે સતત ચર્ચામાં રહે છે.

(9:47 am IST)