Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ટીવી પરદેથી રજા લઇને શાઇની દોશી પહોંચી શ્રીલંકા

ટીવી અભિનેત્રી શાઇની દોશી સિરીયલોમાં તો વહૂનો રોલ નિભાવે છે. પરંતુ અસલી જિંદગીમાં ખુબ જ બોલ્ડ છે. તાજેતરમાં તેના પારંપરિક લૂકથી અલગ જ બિકીની સાથેની તસ્વીરો સામે આવી હતી. હાલમાં શાઇની ટીવી પરદા પરથી રજા લઇને વેકેશન માણી રહી છે. તે શ્રીલંકા ફરવા ગઇ હતી. જ્યાંથી તેણે હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતાં તેના ફોલોઅર્સની સંખ્યા વધી ગઇ હતી. શાઇની પણ બીજી ટીવી અભિનેત્રીઓની જેમ સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. ૨૦૧૩માં ટીવી શો સરસ્વતિ ચંદ્રમાં કામ કરીને તેણે કારકિર્દી શરૂ કરી હતી. એ પછી સરોજિની-એક નઇ પહેલ, લાલ ઇશ્ક, જમાઇ રાજા જેવા શો પણ કર્યા છે. રિયાલીટી શો ફિયર ફેકટરઃ ખતરો કે ખિલાડીમાં પણ તે ભાગ લઇ ચુકી છે.

 

(9:47 am IST)