Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પ્રભાસ બાદ કટપ્પાનું વેક્સ સ્ટેચ્યુ લંડનના તુસાદ મ્યુઝિયમમાં મુકાશે

સત્યરાજને કટપ્પાના અવતારમાં દર્શાવાશે:કટપ્પાના પાત્રથી સત્યરાજ દુનિયાભરમાં જાણીતા બન્યા

મુંબઈ :પ્રભાસ બાદ હવે કટપ્પા એટલે કે સત્યરાજનું વેક્સ સ્ટેચ્યુ લંડનના તુસાદ મ્યુઝિયમમાં મુકાશે.તેમના દિકરાએ આ અંગેની જાણકારી ટ્વિટર પર આપી હતી.બાહુબલી ફિલ્મના મુખ્ય પાત્ર  પૈકી કટપ્પાની ભુમિકા નિભાવનાર સત્યરાજને મ્યુઝિયમમાં કટપ્પાના અવતારમાં દર્શાવવામાં આવશે, પ્રભાસ બાદ તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.આ સાથે જ સત્યરાજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા એવા એક્ટર છે જેનું વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે.

   બાહુબલી ફિલ્મમાં બાદુબલી બાદ કટપ્પાનું પાત્ર લોકપ્રિય બન્યુ હતું. ફિલ્મનો બીજો ભાગ રિલિઝ ન થયો ત્યાં સુધી દરેકના મનમાં એક જ સવાલ હતો કે ‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?’ સોશિયલ મીડિયા પર પણ આ સવાલ ટ્રેન્ડ કરી રહ્યો હતો.

  કટપ્પાના પાત્રની મદદથી સત્યરાજ દુનિયાભરમાં જાણીતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી વર્ષ 2017ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ રહી. ફિલ્મ રિલિઝ થયાના માત્ર 10 દિવસની અંદર જ ફિલ્મે 1000 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

(8:29 pm IST)