Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

જ્હોન અબ્રાહમે ફિસમાં કર્યો વધારો: આગામી ફિલ્મ માટે માગ્યા 12 કરોડ

મુંબઇ: જોન અબ્રાહમ ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટરમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મ જાસૂસી થ્રિલર હોવાની ચર્ચા છે. કહેવાય છે કે જોન આ ફિલ્મ માટે રૃા. 11 કરોડ મહેનતાણું લેશે. '' જોન ફિલ્મ રો માટે રૃા. 12 કરોડ માંગી રહ્યો હતો. પરંતુ મેકર્સે વાટાઘાટ કરીને રૃા. 11 કરોડ ફાઇનલ કર્યા છે. જોકે બોલીવૂડમાં એવી પણ ચર્ચા છે કે જોનને અધધધ ફી આપવા માટે નિર્માતા-દિગ્દર્શક રાજી કઇ રીતે થયા ? જોનની પાછલી બન્ને સોલો ફિલ્મ ફોર્સ ટુ અને રોકી હેન્ડસમે બોક્સઓફિસ પર કંગાળ દેખાવ કર્યો હતો. ફિલ્મના બજેટમાં જોનની રૃા.11 કરોડ ફી હાસ્યાસ્પદ લાગે છે, તેમ એકટ્રેડ સોર્સે ઔજણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે પહેલા સુશાંત સિંહ રાજપૂતને લેવાનો હતો. પરંતુ પછીથી આ ફિલ્મમાં જોન અબ્રાહમ ગોઠવાઇ ગયો.
 

(5:58 pm IST)