News of Monday, 12th March 2018

આ ફિલ્મે તોડી નાખ્યા બધા રેકોર્ડ, ૧ જ મહિનામાં કર્યું ૫૬ અબજનું કલેકશન

ભારતમાં ૧૩૦૦ કરોડની કમાણી

મુંબઇ તા. ૧૨ : વોલ્ટ ડિઝનીની ફિલ્મ 'બ્લેક પેન્થર'એ બોકસ ઓફિસ કલેકશનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મ રિલીઝ બાદ અત્યાર સુધીમાં ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેકશન ૫૬ અબજ રૂપિયાથી પણ વધુ છે. શુક્રવારે ખુદ ડિઝનીએ આ અંગે માહિતી આપી હતી. માત્ર વિદેશમા જ નહીં પણ ભારતમાં પણ આ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

આવું પહેલી વખત નથી કે જયારે ડિઝનીની કોઇ ફિલ્મે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હોય. અગાઉ પણ 'ધી એવેન્જર્સે, 'એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોને, 'આઇરન મેન ૩' અને 'કેપ્ટન અમેરિકાઃ સવિલ વોર' ફિલ્મો શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે.જણાવી દઇએ કે ભારતમાં રિલીઝના ૩ મહિનામાં જ ફિલ્મે ૧૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ ૧૬મી ફેબ્રુઆરીએ ભારતમાં રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી દીધી હતી. વર્લ્ડવાઇડ કલેકશનની વાત કરીએ તો ફિલ્મ બ્લેક પેન્થર ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. બ્લેક પેન્થરમાં કૈડવિક બોસમેન સુપરહિરોના રોલમાં જોવા મળી રહ્યા છે અને ફિલ્મને અત્યાર સુધીની સૌથી મેગા લેવલની માર્વેલ મૂવી બતાવવામાં આવી રહી છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ વકાંડા નામના એક એવા કાલ્પનિક દેશની વાર્તા છે જયાં રાજાના મૃત્યુ બાદ તેનો વારસદાર તચાલા શત્રુ સાથે લડીને પોતાની તાકાત મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. આ બધાની વચ્ચે જ આખી દુનિયા પર દુશ્મનોનો ખતરો મંડરાવા લાગે છે અને બ્લેક પેન્થર નામનો એક સુપરહીરો પોતાની ટીમ સાથે દુનિયાને બચાવવાના મિશન પર નીકળે છે. આ ફિલ્મ ભારતમાં પણ જબરદસ્ત કમાણી કરી રહી છે.(૨૧.૧૬)

(11:41 am IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 1:27 am IST

  • નેપાળના કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાં લેન્ડીંગ કરતી વખતે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે : સંખ્યાબંધ યાત્રીઓના મોત અથવા ઘવાયા હોવાની સેવાઈ રહેલી આશંકા : પુરજોશમાં રાહતકાર્ય શરૂ કરતું તંત્ર : પ્લેનમાં લાગી છે આગ : એરપોર્ટ પર ક્રેશ થયેલા પ્લેનમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકડી રહ્યા છે : વધુ વિગત મેળવાય રહી છે access_time 3:02 pm IST

  • ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણની વર્સોવા પોલીસે ઓટો-રીક્ષાની સાથે અકસ્માત કરવા બદલ ધરપકડ કરી છે. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરને ઈજા થઈ હતી. ભારતીય દંડ સંહિતાની ધારા 279 અને 338 હેઠળ આદિત્ય સામે પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 9:35 pm IST