News of Monday, 12th March 2018

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાએ છોડયો શો?

હવે નહીં જોવા મળે દયાભાભી

મુંબઇ તા. ૧૨ : નાના પડદાના પોપ્યુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનારી એકટ્રેસ દિશા વાકાણી ટૂંક સમયમાં શો છોડવાની છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, દિશા પ્રેગ્નેન્સી દરમિયાન શો છોડી રહી હોવાના ન્યૂઝ સામે આવ્યા હતા પરંતુ બાદમાં શોના નિર્માતાઓએ માર્ચમાં દિશા કમબેક કરશે તેવી વાત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા છેલ્લા ઘણા મહિનાઓથી મેનિટનિટીને કારણે શોમાંથી ગાયબ છે. તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લીવાર શૂટ કર્યું હતું. અત્યારે દિશા પોતાની પર્સનલ લાઈફમાં બિઝી છે, તે હવે પોતાના બાળકને સમય આપવા માગે છે અને આ કારણે જ હવે શોમાં તેનું કમબેક થવું મુશ્કેલ છે. જણાવી દઈએ કે, દિશાએ ૨૦૧૫માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા, દિશાએ નવેમ્બરમાં એક પુત્રીને જન્મ આપ્યો છે. 'તારક મહેતા...'ના મેકર્સ દિશાના સ્થાને નવો ચહેરો શોધી રહ્યાં હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, દિશા 'તારક મહેતા'માં જેઠાલાલ એટલે દિલીપ જોશીની પત્નીનો રોલ ભજવે છે. તેનું પાત્ર દર્શકોમાં ખૂબ જ ફેમસ છે. ખાસ કરીને તેની ડાયલોગ ડિલીવરી ખૂબ જ અનોખી છે.

(10:23 am IST)
  • ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણની વર્સોવા પોલીસે ઓટો-રીક્ષાની સાથે અકસ્માત કરવા બદલ ધરપકડ કરી છે. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરને ઈજા થઈ હતી. ભારતીય દંડ સંહિતાની ધારા 279 અને 338 હેઠળ આદિત્ય સામે પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 9:35 pm IST

  • નેપાળ પ્લેન ક્રેશમાં ૫૦ ના મૌત : હાલમાજ બાંગ્લાદેશનું એક પેસેન્જર વિમાન નેપાળની રાજધાની ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇમથક કાઠમંડુમાં ક્રેશ થયું છે. તેમાં ચાર ક્રૂ સભ્યો સહિત 71 લોકો હતા, જેમાંથી 33 નેપાળી નાગરિકો હતા. નેપાળી અખબાર ધ હિમાલયન ટાઇમ્સ અનુસાર, 25 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ઓછામાં ઓછા 50 લોકો મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 4:54 pm IST

  • સૌર ગઠબંધન સમિટને લઈને દેશમાં અનેક દેશોના વડાઓ મહેમાન બન્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં તેમની પત્ની સાથે ભારત યાત્રાએ છે. તેમણે દુનિયાની સાતમી અજાયબી ગણાતા આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. મેક્રોં અને તેમના પત્નીએ તાજના દીદાર કર્યા અને તાજ પાસે યાદગીરી રૂપે ફોટો સેશન પણ કરાવ્યું હતું ત્યારની તસ્વીર. access_time 9:14 am IST