Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

સનીએ કર્યો વેલેન્ટાઇન ડે ઉજવવાનો પ્લાન

બોલીવૂડ સ્ટાર્સએ વેલેન્ટાઇન ડે પોતપોતાની રીતે ઉજવવાની તૈયારી કરી લીધી છે. અભિનેત્રી સની લિયોનીએ પણ પતિ ડેનિયલ વેબર સાથે વેલેન્ટાઇન ડે ઉજવવાનો પ્લાન ઘડ્યો છે. સનિએ કહ્યું હતું કે મેં સતત વ્યસ્ત શેડ્યુલમાં પણ રોમાન્ટીક સાંજ પતિ સાથે વિતાવવાનું આયોજન કરી રાખ્યું છે. હું દિવસના પ્રારંભે ત્રણ બાળકો નિશા, નોઆ અને અશર સાથે સમય વિતાવીશ. એ પછી ડેનિયલ સાથે ડિનર પર જઇશે. સનીએ પ્રેમની પરિભાષા જણાવતાં કહ્યું હતું કે લગ્ન પછી પ્રેમનો મતલબ હોય છે ખુશહાલ પત્નિ, ખુશહાલ જીવન. મેં જાન્યુઆરી ૨૦૦૯માં ડેનિયલ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારથી હું સતત ખુશ છું. સનીનો પતિ ડેનિયલ ઢાકા જવાનો છે અને ત્યાંથી વેલેન્ટાઇ ડે ઉજવવા પરત આવી જશે. સની હાલમાં ફિલ્મ 'કોકા કોલા'માં કામ કરી રહી છે. જેમાં તેની સાથે મંદાના કરિમી પણ છે. આ ઉપરાંત સાઉથની બે ફિલ્મો સની કરી રહી છે.

(10:40 am IST)