Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

શ્રીદેવીની ભૂમિકા ફિલ્મ 'કલંક'માં ભજવવી સહેલી નથી: માધુરી દીક્ષિત

મુંબઈ:કરણ જોહરની મલ્ટિસ્ટાર ફિલ્મ ‘કલંક’માં પહેલા અભિનેત્રી શ્રીદેવીને લેવામાં આવી હતી. પણ તેનાં અચાનક મૃત્યુથી આ ફિલ્મ માધુરીને મળી છે.  માધુરીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે એમ કહ્યું હતું કે શ્રીદેવીની ભૂમિકા ભજવવી સહેલી નથી. જે ભૂમિકા માટે શ્રીદેવીની પસંદગી થઈ હોય એ ભૂમિકા સહેલી તો ન જ હોય એમ અભિનેત્રીએ જણાવ્યું હતું. જોકે, ‘કલંક’માં શ્રીદેવીનાં સ્થાને માધુરી દીક્ષિતને લેવામાં આવી હોવાનું જાહેરાત થતાં જ સૌપ્રથમ જ્હાન્વી કપૂરે જ માધુરીને થેન્કસ કહ્યું હતું. ફિલ્મ કલંકમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર, કુણાલ ખેમુ સહિત અનેક કલાકારો છે.

(7:23 pm IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • વિડીયો : આજે સવારે પોરબંદરના માધૂપુર ઘેડ ગામમાં અચાનક જ એક સિંહ ઘુસી આવતા અફરાતફરી મચી ગઇ હતી : સિંહને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ગઈ હતી : બે લોકો પર સિંહે હુમલો કર્યાનું પણ જાણવા મળે છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:32 pm IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST