Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અભિનેતા તરીકે ડેબ્યુ કરશે રેપર બાદશાહ

મુંબઈ:ખૂબ જ જાણીતો રેપર બાદશાહ બહુ જ જલદી બોલિવૂડમાં અભિનયમાં ડેબ્યૂ કરી રહ્યો છે. બાદશાહની ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા, વરુણ શર્મા અને અન્નુ કપૂર હશે. આ ફિલ્મનું શૂટિંગ ૧૧મી ફેબ્રુઆરીથી  શરૂ થયું છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણકુમાર (ટી સિરીઝ), મહાવીર જૈન અને મૃગદીપસિંહ લાંબા કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન શિલ્પી દાસગુપ્તા કરી રહી છે બાદશાહે હનીસિંહની સાથે જ ૨૦૦૬માં શરૂઆત કરી હતી. ૨૦૧૨માં હનીસિંહથી છૂટા પડીને હરિયાણવી ગીત ‘ગઈ ચુલ સે’ દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી. આ ગીત ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’માં જોડવામાં આવ્યું હતું.

(7:21 pm IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST