Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ટીવી પરદાની નવી ગ્લેમરસ ગર્લ એરિયા અગ્રવાલ

એકતા કપૂરે ટવી ઇન્ડસ્ટ્રીનો ચહેરો બદલવામાં ખુબ મોટી ભુમિકા નિભાવી છે. સાસુ-વહૂથી માંડીને તમામ સંબંધો આધારીત શો તે આપતી રહે છે. કસોૈટી જિંદગી કી-૨માં પણ તેણે જુદા-જુદા મસાલા આપ્યા છે. ગ્લેમરસ પાત્રો પણ કાબીલે તારીફ છે. એકતાના અનેક શો ટીવી પરદે આવી રહ્યા છે. જેમાં કસોૈટી જિંદગી કી-૨માં કામ કરી રહેલી નવોદિત અભિનેત્રી એરિયા અગ્રવાલ હાલમાં ખુબ ચર્ચામાં છે. દરેક એપિસોડમાં એરિયા અલગ અંદાજમાં જોવા મળી રહી છે. તે કહે છે એકતા કપૂરના શોમાં મને મળેલા રોલથી હું મારી જાતને નસીબદાર સમજી રહી છું. કોમોલિકા આ શોની સોૈથી વધુ ગ્લેમરસ વેમ્પ છે, તો મારો રોલ પણ ખુબ સ્ટાઇલિશ છે. એરિયા કહે છે મારા રોલના જુદા-જુદા અનેક રંગ છે જે દર્શકોને ખુબ ગમશે.

(9:20 am IST)