Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કહાની સારી હોય તો કોઇપણ ભાષાની ફિલ્મ કરશે ડેઇઝી

મુળ ગુજરાતની અભિનેત્રી ડેઇઝી શાહને હવેગુજરાતી ફિલ્મ 'ગુજરાતી ૧૧' મળી છે.  આ ફિલ્મમાં તે હોટ અંદાજમાં જોવા મળશે. ડેઇઝી પહેલા ફિલ્મોમાં એકસ્ટ્રા ડાન્સરનું કામ કરતી હતી. સલમાન ખાને તેને જય હો ફિલ્મમાં હિરોઇન બનાવી હતી. એ પછી તેને કેટલીક ફિલ્મો આવી છે. ડેઇઝી કહે છે મને જે ફિલ્મો મળે છે તેમાં જો કહાની જબરદસ્ત હશે તો હું કોઇપણ ભાષાની ફિલ્મ કરીશ.

ગુજરાતી-૧૧ ફિલ્મમાં ડેઇઝી ફૂટબોલ કોચના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રતિક ગાંધી છે. ડેઇઝીએ કહ્યું હતું કે મને મારા એક મિત્રએ સલાહ આપી હતી કે મારી બોલીવૂડ સિવાયની અન્ય ભાષાની ફિલ્મો પણ કરવી જોઇએ. વળી ગુજરાતી મારી માતૃભાષા છે, હું આ ભાષાની ફિલ્મ કરવાની ના પાડી જ ન શકું. કહાની જોરદાર હોવાથી હું આ ફિલ્મ કરવા તૈયાર થઇ છું.

(9:19 am IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST