Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

2.0થી પહેલા રજનીકાંતની આ ફિલ્મ થશે રિલીઝ

મુંબઈ: સુપરસ્ટાર રજનકાન્તની અપકમિંગ ફિલ્મ 'કાલા'ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મની ડેટની જાહેરાત રજનીકાંતના જમાઈ અને અભિનેતા ધનુષે સોશિયલ મીડિયા પર કરી છે. ફિલ્મનું નવું પોસ્ટર શેયર કરીને લખ્યું કે ફિલ્મ 27 એપ્રિલના થશે રિલીઝ. આ રજનીકાંતની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ છે. આ પહેલા રજનીકાંતની 2.0 ફિલ્મ રિલીઝ થવાની વાત ચર્ચાઈ રહી હતી. અત્યરે તો ફિલ્મના નિર્માતાઓએએ ફિલ્મ 2.0ની રિલીઝ ટાળી દીધી છે. 2018ના અંત સુધી આ ફિલ્મ રિલીઝ થશે.

(4:30 pm IST)