Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

હોમ પ્રોડકશનની ત્રીજી ફિલ્મ પર અનુષ્કાને ખુબ આશા

અભિનેત્રી અનુષ્કા શર્મા અભિનય કરવા સાથે ફિલ્મ નિર્માણ પણ કરી રહી છે. તેના હોમ પ્રોડકશનની ફિલ્મ 'પરી'નું નવું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં અનુષ્કા ખુબ જ ખોફનાક અંદાજમાં ડરાવશે. બાવન સેકન્ડનો એક વિડીયો પોસ્ટ થયો છે, જેમાં લખ્યું છે કે આ એક રિમાઇન્ડર છે, કોઇ પરીની કહાની નથી. પરીના આ પહેલાના પોસ્ટર અને વિડીયો પણ આવ્યા હતાં. પણ નવું ટિઝર ખુબ ડરામણું છે. ભુત પર આધારીત અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. અગાઉ ફિલ્લોરીમાં પણ તે ફ્રેન્ડલી ભૂત બની હતી. જો કે પરીમાં તે દર્શકોને ખુબ ડરાવશે. અનુષ્કાના હોમ પ્રોડકશનની પહેલી ફિલ્મ એનએચ-૧૦ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઇ હતી. એ પછી તેણે ફિલ્લોરી બનાવી હતી. પરી તેની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ પર અનુષ્કાને ખુબ આશા છે. ૨ માર્ચના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

 

(9:36 am IST)