Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

મારી અભિનય યાત્રા હવે શરૂ થઇ છેઃ રિતિક રોશન

મુંબઇઃ ર૦૦૦ માં ફિલ્મ કહોના પ્યાર હૈ થી કારકિર્દી શરૂ કરનાર  અભિનેતા રિતિક રોશને ર૦ર૦ માં વીસ વર્ષ પુરા થશે. આ વર્ષો દરમ્યાન તેનું  રૂપ ખીલ્યું છે તે વધુ સારો ડાન્સર બન્યો છે અને સૌથી મહત્વનું તે વધુ સારો કલાકાર બન્યો છે. રિતિકે કહ્યું કે મને મારી કારકિર્દીનો આ તબકકો ગમે છે. મારી યાત્રા હવે શરૂ થઇ એમ લાગે છે. ૪૬ મા જન્મદિનની ઉજવણી વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું કે સામાન્ય રીતે મને મોડેમોડે યાદ આવે છે કે આજે મારો જન્મદિન છે. હું મોટા પાયે ઉજવણી કરવામાં માનતો નથી. મારા માટે જન્મદિનની ઉતમ ઉજવણી કૃતજ્ઞતા દિન તરીકેની છે. હું મારા પરિવારજનો, મિત્રો અને ચાહકોને યાદ કરૂ છુ. ગયા વર્ષે રિતિક અભિનિત બે ફિલ્મો સુપર-૩૦ અને વોર સુપરહીટ ગઇ હતી. આ માટે તે પોતાના ચાહકોનો આભાર માને છે.

(1:55 pm IST)