Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સલમાન ખાન અભિનીત રેસ-૩ને ધારી સફળતા નહીં મળતા હવે રેસ-૪માં સૈફને લેવા વિચારણા

મુંબઈ : 2018માં સલમાને જ્યારે સૈફ અલી ખાન દ્વારા સ્થાપિત સુપરહિટ ફિલ્મ સિરીઝ 'રેસ' આંચકી લીધી હતી ત્યારે બધાને બહુ નવાઈ લાગી હતી. 'રેસ' ફ્રેન્ચાઇઝીના મુખ્ય સ્ટાર સૈફ અલી ખાનને એક ઝાટકામાં બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. જોકે 'રેસ 3'માં સલમાનની હાજરીનો બહુ ફાયદો નથી થયો અને આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે 'રેસ 4'માંથી સલમાનનું પત્તું સાફ થઈ ગયું છે અને આમાં ફરી સૈફ અલી ખાનની એન્ટ્રી થવાની છે.

એક લેટેસ્ટ રિપોર્ટમાં જાણકારી મળી છે કે 'રેસ' સિરીઝના નિર્માતા બહુ જલ્દી 'રેસ 4'નું નિર્માણ કરવાના છે જેમાં સલમાનની જગ્યાએ સૈફ અલી ખાનને લેવા ઇચ્છે છે. જોકે સૈફ અલી ખાન પોતે 'રેસ 4' સાઇન કરવા વિશે વિચારણા કરી રહ્યો છે કારણ કે તેને લાગે છે કે 'રેસ 3'ની નિષ્ફળતા પછી ફ્રેન્ચાઇઝની વિશ્વસનીયતાને અસર પહોંચી છે.

હાલમાં સૈફ અલી ખાનની કરિયર ડામાડોળ છે. હાલમાં તે એવી બિગ બજેટ ફિલ્મની શોધમાં છે જે તેને એ લિસ્ટ એક્ટર્સની શ્રૈણીમાં મુકી શકે છે. હવે આ મામલે અંતિમ નિર્ણય સૈફ અલી ખાને લેવાનો છે.

(5:11 pm IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST