Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ટૂંક સમયમાં સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરશે કેટરીના કૈફ

મુંબઈ:બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ હાલ સલમાનખાનની ફિલ્મ ભારતની શુટિંગમાં વ્યસ્ત છે. હાલમાં કેટરીના કેફને લઇને એક મોટી ખબર સામે આવી છે. ખબરો મુજબ તે જલદી જ સાઉથની ફિલ્મો કરી શકે છે. કેટરીના સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની ફિલ્મમાં નજરે પડી શકે છે.જોકે હાલ આ ફિલ્મનું ટાઇટલ નક્કી થયું નથી. પરંતુ ડાયરેક્ટર આ ફિલ્મમાં મહેશ અને કેટરીનાને સાથે સાઇન કરવામાં પૂરી કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી ફિલ્મ અંગે કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. પરંતુ મહેશ બાબુની પહેલા જ ફિલ્મ માટે સહમતિ આપી ચૂક્યા છે અને હવે કેટરીનાના રિસ્પોન્સની રાહ જોવાઇ રહી છે.મળતી માહિતી મુજબ મહેશ પણ જલદી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. હાલ તે તેની અપકમિંગ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છે. તે છતા પણ તેની પાસે હાલ સાઉથના ઘણા પ્રોજેક્ટ પણ છે. આ ફિલ્મ બાદ ડાયરેક્ટર સુકુમાર સાથે વધુ એક ફિલ્મ કરી રહ્યા છે.તમને જણાવી દઇએ કે કેટરીનાએ આ ફિલ્મ માટે હા કહી દીધી તો 10 વર્ષ બાદ આ કેટરીનાની ત્રીજી તેલુગુ ફિલ્મ હશે. કેટરીનના વેંકટેશ દુગ્ગુબત્તીની ફિલ્મ મલ્લિશ્વરીથી વર્ષ 2004માં તેલુગુ ઇંડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે બાદ તેને નંદમૂરી બાલકૃષ્ણની સાથે અલારી પિડુગુમાં પણ કામ કર્યું હતું.

(4:35 pm IST)