Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પતિ રણવીર સિંહની આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીપિકાએ

મુંબઈ:મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપની ફિલ્મ ૮૩ કરવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી મળી હતી.આ ફિલ્મમાં દીપિકાના પતિ અને મોખરાના અભિનેતા રણવીર સિંઘ ૧૯૮૩ની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓલ રાઉન્ડર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. કપિલ દેવ આ બાબતમાં સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે આ મારી બાયો-ફિલ્મ નથી, આ તો ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની કથા છે. જો કે એણે રણવીર સિંઘને જરૃરી તાલીમ આપવા માટેની તૈયારી દાખવી હતી.આ ફિલ્મની ઑફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૃર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જોઇએ.અત્યાર અગાઉ દીપિકા અને રણવીર સંજય લીલા ભણસાલીની ત્રણ ફિલ્મો સાથે કરી ચૂક્યાં છે- રામલીલાઃ ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને  પદ્માવત.દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જોવા નહીં મળે.ફિલ્મ ૮૩માં મોટે ભાગે ક્રિકેટ ટીમની વાત છે એેટલે હીરોઇનના પાત્રને બહુ ઝાઝો સ્કોપ નથી એવું દીપિકાને લાગ્યું હતું. આ રોલ કપિલ દેવની પત્નીનો હતો. ફિલ્મની કથામાં કપિલ દેવની પત્નીએ ઝાઝું કંઇ કરવાનું નથી એવું સ્ક્રીપ્ટ પરથી દીપિકાએ તારવ્યું હતું. 

 

(4:34 pm IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST