Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ફરી એકવાર ડાન્સ આધારિત ફિલ્મમાં કામ કરશે શ્રદ્ધા કપૂર

મુંબઈ:મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર ટોચના કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક રેમો ડિસોઝાની ડાન્સ આધારિત ફિલ્મની જોરદાર તૈયારી કરી રહી હોવાની માહિતી મળી હતી.તાજેતરમાં એ બાહુબલિ ફેમ પ્રભાસ સાથેની પોતાની ફિલ્મ સાહોના એક્શન શોટ્સ માટે હૈદરાબાદ ગઇ ત્યારે એના ડાન્સ ટીચર કમ કોરિયોગ્રાફર પણ એની સાથે હતા એવી માહિતી મળી હતી. સાહોનું શૂટિંગ કરતાં કરતાં વચ્ચે સમય મળે ત્યારે શ્રદ્ધા ડાન્સના પોતાનાં સ્ટેપ્સ પાક્કા કરતી હતી એવી માહિતી મિડિયાને મળી હતી.રેમોની આ ફિલ્મ ઘણું કરીને એબીસીડી સિરિઝની ત્રીજી ફિલ્મ હશે એવું એની આસપાસનાં સૂત્રો કહે છે. રેમોએ જો કે હજુ ફિલ્મના ટાઇટલની કે સ્ટોરીલાઇનની જાહેરાત કરી નથી. આ ફિલ્મમાં શ્રદ્ધા ફરી એકવાર વરુણ ધવન સાથે ચમકશે. અગાઉ આ બંને કલાકારો એબીસીડી (એની બડી કેન ડાન્સ ટુ)માં સાથે કામ કરી ચૂક્યાં છે.સાહો અને રેમોની ફિલ્મ ઉપરાંત શ્રદ્ધા ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ પણ કરી રહી છે. આમ એક તરફ એ ડાન્સની તૈયારી કરે છે તો બીજી તરફ બેડમિંગ્ટનની પ્રેક્ટિસ પણ ચાલુ રાખી છે.

(4:36 pm IST)
  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST