Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

નરેન્દ્ર મોદી સાથે રણવીરની જાદુ કી જપ્પી

રણવિરસિંહ ગુરૂવારે નરેન્દ્ર મોદીનેમળવા દિલ્હી ગયો હતો. તેની સાથે બોલીવુડની ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર હતી. આ મીટીંગમાં રણવીર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટતો જોવા મળ્યો હતો. આ ફોટો સોશ્યલ મીડીયા પર શેર કરતા રણવીરે ટ્વીટ કર્યુ હતું કે 'જાદુ કી જપ્પી'. સોૈથી શ્રેષ્ઠ દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુબ જ ખુશી થઇ' (૩.૧)

(3:42 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST