Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ફિલ્મ પાનીપત પર વધ્યો વિવાદ: મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું- સેન્સર બોર્ડે દખલગીરી કરવી જોઈએ

ફિલ્મ બનાવતા પહેલા કોઈએ પોતાનું વ્યક્તિત્વ સાચા પરિપ્રેક્ષ્‍યમાં બતાવવાની ખાતરી રાખવી જ જોઇએ

 

જયપુર : રાજસ્થાનમાં બોલિવૂડની નવી ફિલ્મ પાણીપતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારે જણાવ્યું હતું કે સેન્સર બોર્ડે તેની નોંધ લેતા દરમિયાનગીરી કરવી જોઈએ

   ગેહલોતે ફેસબુક પર લખ્યું, 'ફિલ્મમાં મહારાજા સૂરજમલના ચિત્રણ અંગે જે પ્રતિક્રિયાઓ આવી છે તેના કારણે આવી પરિસ્થિતિ ઉભી થવી જોઈએ

   તેમણે તેમનાં પેજ પર લખ્યું હતું કે ફિલ્મ વિતરકોએ તુરંત ફિલ્મના પ્રભાવને લઈને જાટ સમાજના લોકો સાથે વાતચીત કરવી જોઈએ. ફિલ્મ બનાવતા પહેલા કોઈએ પોતાનું વ્યક્તિત્વ સાચા પરિપ્રેક્ષ્યમાં બતાવવાની ખાતરી રાખવી જોઇએ. જેથી કરીને કોઈપણ વિવાદ થાય. ત્યારે મામલે મારું માનવું છે કે કળાનું સન્માન આપવું જોઈએ.

 

(12:07 am IST)