Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગૌરી ખાનનો પલ્લુ સંભાળતો શાહરુખ ખાન

એક ફંકશનમાં શાહરુખ ખાન ગૌરી ખાનનો પલ્લુ સંભાળતો જોવા મળ્યો હતો. લોઅર પરેલમાં યોજાયેલી એક ઇવેન્ટમાં શાહરુખ અને ગૌરી ગયા હતા. ગૌરી આગળ ચાલી રહી હતી અને તેનો પલ્લુ નીચે ઢસડાઈ રહ્યો હતો. એ જોતા જ એક કેરિંગ હસબન્ડ જેમ શાહરુખે વાઇફનો પલ્લુ હાથમાં પકડી લીધો હતો. એ ક્ષણ ખરેખર જોવાલાયક રહી હતી. સોશ્યલ મીડિયા પર આ વિડિયો જોયા બાદ ફેન્સ શાહરુખની પ્રશંસા કરી રહ્યા છે.

(3:25 pm IST)