Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રીમાને એક દૂજે કે વાસ્તે-૨માં ખાસ રોલ

ટીવી પરદે સતત નવી કહાનીઓ સાથેના શો આવતાં રહે છે. સોની ટીવી પર 'એક દૂજે કે વાસ્તે-૨' શરૂ થશે. જેમાં ભોપાલ સ્થિત સેનાના બેકડ્રોપમાં પ્રેમકહાની આકાર લેતી જોવા મળશે. ૨૦૧૬માં આવેલી આ સિરીયલની પહેલી સિરીઝમાં નમિક મોલ અને નિકીતા દત્તા મુખ્ય રોલમાં હતાં. હવે આ શોમાં જય ઠક્કર, અક્ષય આનંદ, ખુશી મિશ્રા, અહેમદ ખાન, અનુરાગ અરોરા સહિતના કલાકારો જોવા મળશે. જ્યારે ખુબ પ્રતિભાશાળી અભિનેત્રી રિમા વોહરાને પણ આ શોમાં ખાસ રોલ મળ્યો છે. રીમા અગાઉ મરિયમ ખાન-રિપોર્ટર, ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતા, ના આના ઇસ દેશ લાડો સહિતના શોમાં કામ કરી ચુકી છે. એક દૂજે કે વાસ્તેમાં રીમા મહિલા પાત્રની માતાનું પાત્ર ભજવશે. તેની સાથે ટીવી-ફિલ્મોના અભિનેતા અનુરાગ અરોરાની જોડી હશે. આ શોનું નિર્માણ દિલીપ ઝા કરી રહ્યા છે. ભોપાલમાં હાલમાં શુટીંગ ચાલી રહ્યું છે. પહેલી સિઝન જો કે આઠ મહિનામાં પુરી થઇ ગઇ હતી. હવે બીજી સિઝન દર્શકોને કેવી ગમશે તે જોવું રહ્યું.

(10:09 am IST)