Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

હોલિવૂડની હિટ ફિલ્મ એક્વામેને ચીનમાં કરી કરોડી કમાણી

મુંબઇ: હોલિવૂડની હિટ ફિલ્મ એક્વામેને ચીનમાં રજૂઆતના પહેલા જ દિવસે ૯૩.૬ મિલિયન ડૉલર્સની કમાણી કરીને ધમાકો બોલાવ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.નોર્થ અમેરિકામાં આ ફિલ્મ ૨૧મી ડિસેંબરે ક્રિસમસની પૂર્વસંધ્યાએ અને ભારતમાં આ ફિલ્મ આવતા શુક્રવારે ૧૪ ડિસેંબરે રજ ૂથવાની છે. જેસન મોમોઆની આ ડીસી સુપરહીરો ફિલ્મ એક્વામેનનું ડાયરેક્શન જેમ્સ વાને કર્યું છે. ચીનનાં આ ફિલ્મે રજૂ થતાંની સાથે ધમાકો બોલાવી દીધો હતો.ઘરઆંગણે ડિઝનીની મેરી પોપ્પીન્સ રિટર્ન્સ અને પેરેમાઉન્ટની બમ્બલબી સાથેની બોક્સ ઑફિસની ટક્કર ટાળવા વોર્નર બ્રધર્સે આ ફિલ્મ પહેલાં ચીનમાં રજૂ કરી હતી. ચીનમાં એને પહેલેજ દિવસે જબરદસ્ત આવક મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો હતો. ૨૦૧૮માં ચીનમાં પહેલે દિવસે સૌથી વધુ આવક રળવાનો રેકોર્ડ આ ફિલ્મે સર્જ્યો હતો.ગયા વરસે રજૂ થયેલી અને ધીંગી કમાણી કરી ચૂકેલી ફિલ્મ જસ્ટિસ લીગ પછી આ વરસે ડીસીની આ પહેલી સુપરહીરો ફિલ્મ છે.

 

(5:29 pm IST)