Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાજકુમાર રાવ પાસેથી હરિયાણવી શીખી રહી છે નુશરત

મુંબઇ: સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી હિટ કોમેડી ફિલ્મ આપનારી અભિનેત્રી નુસરત ભરુચાએે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મમાં મારે હરિયાણવી બોલી બોલવાની છે અને એ બોલી મને સહકલાકાર રાજકુમાર રાવ શીખવી રહ્યા છે.હંસલ મહેતાની તુર્રમ ખાન ફિલ્મ એક  અલગ પ્રકારની સામાજિક કોમેડી છે એવું નુસરત કહે છે. આ ફિલ્મમાં એ રાજકુમાર રાવ સાથે ચમકી રહી છે. એણે કહ્યું કે રાજકુમાર રાવ આ બોલીમાં એક્સપર્ટ છે. એ મને ટયુશન આપી રહ્યા છે. યોગાનુયોગે આ બંનેએ ફિલ્મ સેક્સ ઔર ધોખાથી પોતાની અભિનય કારકિર્દી સાથે શરૃ કરી હતી એટલે બંને વચ્ચે સારો મનમેળ પણ છે.ગયા સપ્તાહે પાટનગર નવી દિલ્હીમાં આ ફિલ્મના પહેલા શિડયુલનું શૂટિંગ શરૃ થયું હતું. નુસરતે કહ્યું કે લાંબા સમય પછી રાજકુમાર રાવ સાથે ફરી કામ કરવાની તક મળતાં હું ઉત્તેજિત થઇ હતી. સાથોસાથ એની પ્રગતિ જોઇને આનંદ પણ અનુભવ્યો હતો.રાજકુમાર રાવ હવે એ લિસ્ટનો કલાકાર ગણાય છે. એની છેલ્લી ફિલ્મ શ્રદ્ધા કપૂર સાથેની હોરર કોમેડી સ્ત્રી ધાર્યા કરતાં વધુ સારો બિઝનેસ બોક્સ ઑફિસ પર કરી શકી હતી. વરુણ ધવનની જેમ રાજકુમાર રાવ અત્યારે બેંકેબલ એક્ટર ગણાય છે.નુસરતે ઉમેર્યું કે મારા પાત્રમાં હું થોડાં સ્થાનિક પરિબળો ઉમેરું એવી હંસલ મહેતાની ઇચ્છા હતી એટલે મેં હરિયાણવી બોલી શીખવાની શરૃઆત કરી હતી. પાત્ર સ્વાભાવિક લાગવું જોઇએ એમ ડાયરેક્ટર કહે છે. 

 

(5:27 pm IST)