Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

દંગલ ફેમ અભિનેત્રી ઝાયરા વસીમ સાથે ફ્લાઈટમાં છેડતી કરનારની ધરપકડ

મુંબઈ: ફિલ્મ દંગલની એક્ટ્રેસ ઝાયરા વસીમે સાથે ફ્લાઈટમાં છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ પોલીસે તેની રવિવારે સાંજે ધરપકડ કરી છે. તેની ઓળખાણ વિકાસ સચદેવ તરીકે થઇ છે. ડેપ્યુટી પોલીસ કમિશનર અનિલ કુંભારે જણાવ્યું કે, વિકાસને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિકાસ વિરુદ્ધ આઇપીસીની કલમ 354 અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની ફિલ્મદંગલથી પોતાની ઓળખાણ બનાવનાર એક્ટ્રેસ ઝાયરા વસીમે આરોપ લગાવ્યો છે કે, દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં તેમની સાથે છેડછાડ કરવામાં આવી છે. ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પરવિડીયો-સ્ટોરીદ્ધારા કહ્યું કે, તેની પીઠ પાછળ બેઠેલા એક આધેડ વયની વ્યક્તિ તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે. વિસ્તારા ફ્લાઈડમાં થયેલ ઘટના વિશે જણાવતા ઝયરા વિડીયોમાં સતત રડી રહી હતી. તેનો આરોપ છે કે, ફ્લાઈટના ક્રૂ મેમ્બરને ફરિયાદ કરવા છતાં કોઈએ મદદ કરી નહિ.

ઝાયરાએ જણાવ્યું કે, જ્યારે તે સૂઈ ગઈ હતી ત્યારે તેની પાછળવાળી સીટ પર બેઠેલ વ્યક્તિ તેની પીઠ અને ગરદનને ટચ કરતો હતો. કોઈ યુવતી માટે અનુભવ ભયાનક હોય છે. મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે, મેં વિડિયો જોયો છે. તે વધારે ડરામણો છે. તેમ છતાં પણ ફ્લાઈટ ક્રૂએ કોઈ મદદ કરી નહિ. વિસ્તારા એરલાઈન્સનું કહેવું છે કે, તે મામલે તપાસ કરી રહ્યા છે. એરલાઈને ટ્વીટ કરી કહ્યું કે, અમે આવો વ્યવહાર સહન કરીશું નહિ.

(5:59 pm IST)