Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

આનંદ એલ રાયની ફિલ્મમાં સેફ અલી ખાનની જગ્યાએ સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઇ:  સિનિયર ફિલ્મ સર્જક આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાનના બદલે સિદ્ધાર્થ મલ્હોત્રાને લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉના કાસ્ટિંગ મુજબ આ ફિલ્મમાં રહના હૈ તેરે દિલ મેંની ટીમ એકત્ર થવાની હતી. એટલે કે સૈફ અલી ખાન અને આર માધવન રજૂ થવાના હતા. હીરો તરીકે સૈફ અલી ખાનને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ પાછળથી સ્ક્રીપ્ટમાં જોરદાર ફેરફાર કરાયા હતા પરિણામે સૈફને બદલે યુવાન અદાકાર સિદ્ધાર્થ મલ્હોત્રાને સાઇન કરવામાં આવ્યો હતો.  અગાઉ ફિલ્લૌરી, એનએચ ૧૦ અને મનોરમા સિક્સ ફિટ અન્ડર જેવી ફિલ્મો આપી ચૂકેલા નવદીપ સિંઘ આ ફિલ્મનંુ ડાયરેક્શન કરવાના છે. આ માહિતી આપતાં એક સૂત્રે કહ્યું કે આર માધવન તો આ ફિલ્મમાં નક્કી જ હતો. એણે આનંદ એલ રાય સાથે તનુ વેડ્સ મનુ ફ્રેન્ચાઇઝની બંને ફિલ્મોમાં સરસ કામ કર્યું હતું અને આનંદ એલ રાય સાથે એનો સારો એવો મનમેળ છે. ફરક માત્ર હીરોનો હતો. સ્ક્રીપ્ટમાં ફેરફાર કરાયા ત્યારે પ્રોડયુસરને લાગ્યું હતું કે આ રોલ માટે યુવાન કલાકાર હોવો જોઇએ. એટલે સૈફ અલી ખાનને બદલે સિદ્ધાર્થને ફાઇનલ કરવામાં આવ્યો હતો. આનંદ એલ રાય સારી સંવેદનશીલ ફિલ્મો બનાવે છે એેવું સિદ્ધાર્થ માને છે એટલે એણે આ ફિલ્મ કરવાની હા પાડી હતી.
 

(5:53 pm IST)