Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અજય સુપરસ્ટાર જેવો વ્યવહાર નથી કરતોઃ ઇલિયાના

અજય દેવગણની આગામી ફિલ્મ રેઇડ છે. રાજકુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં એંસીના દશકની કહાની છે. ફિલ્મમાં અજય દેવગણ ઉત્તર પ્રદેશના ઇન્કમટેકસ ઓફિસરના રોલમાં છે. ફિલ્મમાં અજય સાથે ઇલિયાના ડિક્રુઝ છે. આ પહેલા આ બંને બાદશાહોમાં કામ કરી ચુકયા છે. ઇલિયાના કહે છે અજય સાથે કામ કરવાનું ખુબ સરળ છે, કારણ કે તે સુપરસ્ટાર જેવો વ્યવહાર નથી કરતો. આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. ઇલિયાના આગળ કહે છે મને ફિલ્મમાં ખુબ સારો રોલ મળવાથી હું ખુબ જ ખુશ છું. મારી ભૂમિકા અલગ અને સરસ છે. મેં અગાઉ ૧૯૭૦ અને ૧૯૫૦ના દસક પર આધારીત ફિલ્મો કરી છે. હવે ૧૯૮૦ના દસકની કહાની છે. રાજકુમાર ગુપ્તા સાથે કામ કરવાનો અનુભવ પણ જોરદાર રહ્યો છે.

 

(12:26 pm IST)