Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

હોરર - કોમેડી ફિલ્મમાં રાજકુમાર અને શ્રધ્ધાની જોડી

રાજકુમાર રાવ બોલીવૂડમાં એક એકથી ચડીયાતી અને અલગ-અલગ ભૂમિકાઓ કરવા માટે જાણીતો છે. તે દરેક જોનરની ફિલ્મો કરી ચુકયો છે. હવે તે હોરર-કોમેડી ફિલ્મમાં હાથ અજમાવી રહ્યો છે. તેની સાથે શ્રધ્ધા કપૂર આ ફિલ્મમાં હશે. શ્રધ્ધાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું ખુબ જ ઉત્સાહિત છું, કારણ કે મને મારી પસંદગીના અભિનેતા રાજકુમાર રાવ અને જાણીતા નિર્દેશક રાજ અને ડીકેની સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મ હોરર-કોમેડી છે. રાજકુમાર અને શ્રધ્ધાની આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. શ્રધ્ધા હાલમાં બાહુબલી પ્રભાસ સાથેની ફિલ્મ સાહો પણ કરી રહી છે. હવે તે નવી ફિલ્મથી ઉત્સાહિત છે.

 

(12:25 pm IST)