Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કેટરીના - દિપીકા સાથેની તુલના પસંદ નથી ડેઇઝીને

બોલીવૂડમાં સલમાન ખાને જેને એન્ટ્રી અપાવી એ અભિનેત્રી ડેઇઝી શાહે સલમાન સાથે જય હો ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ડેઇઝીને ખાસ કોઇ ફિલ્મો મળી નથી. તેણે એકાદ બે ફિલ્મોમાં હોટ-અંતરંગ દ્રશ્યો પણ આપ્યા હતાં. છતાં તેને જોઇએ તેવી સફળતા મળી નથી. ફરી એકવાર સલમાન તેની વહારે આવ્યો છે. ફિલ્મકાર રમેશ તોૈરાની રેસ-૩ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન, જૈકલીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ અને ડેઇઝી શાહ મુખ્ય ભૂમિકામાં છે. ડેઇઝી કહે છે અગાઉની રેસ સિરીઝની ફિલ્મોમાં કેટરીના કૈફ, દિપીકા પાદુકોણ કામ કરી ચુકી છે. ત્યારે મારી તુલના આ અભિનેત્રીઓ સાથે થાય તે યોગ્ય નથી. મને આવી તુલનાથી કોઇ ફરક પડતો નથી.

 

(12:21 pm IST)