Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આનાથી વધુ ખુશી બીજી શું હોયઃ ક્રિસ્ટલ

ટીવી પરદેથી ફિલ્મી પરદે આવેલી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાની બીજી ફિલ્મ આવી રહી છે. ચહેરેમાં તેને અમિતાભ બચ્ચન, ઇમરાન હાસમી સહિતના સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી હતી. હવે તે  'વિસ્ફોટ'માં ફરદીન ખાન અને રિતેશ દેશમુખ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર નિર્મીત આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી વેનેઝુએલાની 'રોક, પેપર એન્ડ સિઝર્સ'ની હિન્દી રીમેક છે. નિર્દેશન કુકી ગુલાટી કરી રહ્યા છે. આ ફિલ્મ મળતાં ખુશી વ્યકત કરી ક્રિસ્ટલે કહ્યું હતું કે એક એકટર તરીકે આનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઇ શકે. મને એક અદ્દભુત સ્ક્રિપ્ટ સાથે સામેલ થવાની તક મળી છે. આ ફિલ્મની સ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. ફરદીન અને રિતેશ સાથે કામ કરવાન તકથી પણ ક્રિસ્ટલ ખુશ છે. તે કહે છે આ બંને પાસેથી ઘણું શીખવા મળશે. શુટીંગનો અનુભવ પણ મજેદાર રહેશે.

(9:56 am IST)