Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

લેટલતીફ કપિલે ચાર કલાક રાહ જોવડાવી અમિતાભ બચ્ચનને

શાનદાર શુક્રવારના એપિસોડમાં કપિલની સાથે આ શોમાં સોનુ સુદ પણ જોવા મળશે

મુંબઇ,તા. ૧૧: કપિલ શર્માએ હાલમાં જ 'કૌન બનેગા કરોડપતિ'ના એપિસોડના શૂટિંગ માટે અમિતાભ બચ્ચનને ચાર કલાક રાહ જોવડાવી હતી. શાનદાર શુક્રવારના એપિસોડમાં કપિલની સાથે આ શોમાં સોનુ સૂદ પણ જોવા મળશે. આ શોમાં કપિલે મસ્તી કરતાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન તેમના ઘરે પણ મહેમાનોને 'કૌન બનેગા કરોડપતિ'સ્ટાઇલમાં આવકારે છે. તેઓ મહેમાનોને દરેક બાબત માટે ચાર ઓપ્શન આપે છે અને કહે પણ છે કે તેઓ એમાં તેમને કોઈ મદદ નહીં કરી શકે. આ દરમ્યાન અમિતાભ બચ્ચને પણ તેની ખિંચાઈ કરતાં કહ્યું હતું કે 'આજ આપ ઠીક ટાઇમ પે આએ હૈં. આપકો હમેં મિલના થા બારા બજે, ઠીક સાડે ચાર બજે આ ગએ આપ.'

(9:56 am IST)