Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ફરી હાજર છે 'કાશીપુરવાલે બાબા નિરાલા', 'આશ્રમ ૨'માં બોબી દેઓલનો દબદબો

MX પ્લેયરની બીજી સીરિઝ 'આશ્રમઃ ચેપ્ટર ૨- ધ ડાર્ક સાઈડ'ના ટ્રેલરમાં પણ બાબાનો દબદબો જોવા મળે છે

મુંબઇ,તા.૧૧: પહેલી સીરિઝમાં પોતાનો દબદબો બનાવ્યા બાદ કાશીપુરવાલે બાબા નિરાલા ફરી હાજર છે. હવે લોકો તેમના દરબારમાં માથું નમાવશે તો પહેલા કરતા વધુ રહસ્ય પણ દ્યેરા બન્યાં છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ પ્રકાશ ઝાની 'આશ્રમ'ની. જેમાં બોબી દેઓલ ફરી બાબા નિરાલા તરીકે છવાઈ જવા તૈયાર છે.એમએકસ પ્લેયરની બીજી સીરિઝ 'આશ્રમઃ ચેપ્ટર ૨- ધ ડાર્ક સાઈડ'ના ટ્રેલરમાં પણ બાબાનો દબદબો જોવા મળે છે. ૧૧ નવેમ્બરથી સીરિઝ MX Player પર આવી રહી છે.

બીજી સીરિઝમાં પણ કેન્દ્ર તો બોબી દેઓલ જ છે. જેમણે પહેલી સીરિઝમાં પણ કાશીપુરવાલે બાબા નિરાલાનો દમદાર રોલ કર્યો હતો અને છવાઈ ગયો હતો. હવે ફરી એકવાર બાબા નિરાલા પોતાનો દમદાર પ્રભાવ દર્શકો પર છોડવા માટે તૈયાર છે. બીજા પાર્ટમાં પણ દર્શકોને રોમાંચ અને થ્રિલર સાથે આશ્રમના અનેક પાસાઓ અને રહસ્ય જાણવા મળશે. જે પહેલી સીરિઝ કરતા વધુ ને વધુ ઘેરા બન્યાં છે. ટ્રેલરમાં જોવા મળથી ટેગલાઈન જ પૂછે છે કે 'રક્ષક કે ભક્ષક'. ટ્રેલરમાં જ તમને કાશીપુરવાલે બાબા નિરાલા જે પોતાને ગોડમેન તરીકે ઓળખાવે છે તેના પ્રભાવની અસર જોવા મળશે.

'આશ્રમ' પહેલી સિઝનને દર્શકોનો ખૂબ જ ઉત્તામ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઉપરાંત ક્રિટિકસે પણ પહેલી સીરિઝને વખાણી હતી. હવે બીજી સિઝન પણ આશ્રમના કેટલાક એવા રહસ્યોને ઉજાગર કરશે જેથી દર્શકોને રોમાંચ થશે. આટલું જ નહીં પરંતુ તમને બાબાજીના કેરેકટરની એકદમ નજીક લઈ જશે જે પાવરના લોભ, સત્તાાના લાલચુ અને મનીપાવરનો ઉપયોગ કરે છે.

પ્રકાશ ઝા દ્વારા ડિરેકટેડ અને નિર્માણ પામેલી આશ્રમની બીજી સીરિઝ માટે દર્શકો આતુર છે. બીજી સીરીઝમાં બોબી દેઓલ ઉપરાંત અદિતી પોહાનકર, ચંદન રોય સન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયેન્કા, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં છે.

(10:12 am IST)