Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

આ ફિલ્મ મારા માટે ખાસ છેઃ પરિણિતી

ભારતની બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલના જીવન પરથી બની રહેલી ફિલ્મમાં અભિનેત્રી પરિણિતી ચોપડા સાઇનાનો રોલ નિભાવી રહી છે. તાજેતરમાં પરિણિતીએ પોતાના આ ફિલ્મના લૂકની તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે સાઇનાના અંદાજમાં દેખાઇ રહી છે. સાઇનાએ પણ પરિણિતાને શુભેચ્છાઓ આપી હતી અને લખ્યું હતું કે-મારા જેવી પરિણિતી ચોપડા. ફિલ્મનું શુટીંગ ગયા વર્ષે જ શરૂ થઇ ગયું હતું. પણ વચ્ચે કોરોના નડી ગયો હતો. પ્રારંભે સાઇનાના રોલ માટે શ્રધ્ધા કપૂરને પસંદ કરવામાં આવી હતી. પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી અને પરિણિતાને મળી હતી. તેણે બેડમિન્ટન ખેલાડીનો રોલ ભજવવા ભરપુર મહેનત કરી છે. પરિણિતી કહે છે મારા માટે આ ફિલ્મ ખુબ જ ખાસ છે. અમોલ ગુપ્તે અને ટીમ ખુબ સારુ કરે છે. વર્લ્ડકલાસ ખેલાડી સાઇના કેવી રીતે રમે છે તે દરેક મેચનો સમાવેશ કરાયો છે. શુટીંગ દરમિયાન પરિણિતીને ખભામાં ઇજા પણ થઇ હતી. છતાં તે ડુપ્લીકેટનો ઉપયોગ કરતી નથી.

(10:10 am IST)