Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ફિલ્મ 'હિચકી'માટે રાની મુખર્જીએ જીત્યું મોસ્ટ ઇન્ફ્લુએશિયલ પર્સનાલિટી એવૉર્ડ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને ફિલ્મ હિંચકી માટે સૌથી પ્રભાવશાળી સિનેમા પર્સનાલિટી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.રાનીને દક્ષિણ-પૂર્વ એશિયામાં યોજાયેલા એક એવોર્ડ શોમાં મોસ્ટ પ્રભાવશાળી સિનેમા પર્સનાલિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સિદ્ધાર્થ પી મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ હિંચકીમાં તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો આ એવોર્ડ મળ્યો હતો.રાની મુખર્જીએ કહ્યું કે, મારા માટે મોસ્ટ પ્રભાવશાળી સિનેમા પર્સનાલિટી કહેવાવું મારા માટે બહુ સન્માનની વાત છે. એક અભિનેતા તરીકે, હું નસીબદાર છું કે મને એવી ફિલ્મો કરવાની તક મળી કે જેની પ્રેરણાથી અને દરેક જણ જુએ છે. કેટલીક એવી ફિલ્મો છે જે ચર્ચાનો વિષય બને છે અને સમાજમાં પરિવર્તન લાવે છે. મને એવી ફિલ્મો ગમે છે જે લોકોના હૃદય અને દિમાગને બદલી નાખે છે અને આપણે આ દુનિયા વિશે જે રીતે વિચારીએ છીએ તે બદલાય છે.

(5:50 pm IST)