Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી અભિનીત રૂમી જાફરી નિર્દેશિત સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્મ ચેહેરનો ફર્સ્ટ લુક રિલીઝઃ ૨૪ એપ્રિલે રિલીઝ થશે

નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી ટૂંક સમયમાં રૂમી જાફરી નિર્દેશિતની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચેહરે'માં એકસાથે જોવા મળશે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ આગામી વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મ આગામી વર્ષે 24 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.

શુક્રવારે ઇમરાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં ઇમરાન સાથે અમિતાભ બચ્ચન બિલકુલ નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં બંનેનો લુક ખૂબ જોરદાર લાગી રહ્યો છે. ફિલ્મના ફર્સ્ટ લુક દ્વારા વાત પણ સામે આવી છે કે ફિલ્મ આગામી વર્ષે 24 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અમિતાભ અને ઇમરાન ફિલ્મમાં પહેલીવાર એકસાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચને બોલીવુડમાં પોતાના 50 વર્ષ પુરા કર્યા. આજથી પચાસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનની પહેલી હિંદી ફિલ્મ રિલીઝ થઇ હતી. ફિલ્મનું નામ 'સાત હિંદુસ્તાની' જેના નિર્દેશક ખ્વાઝ અહમદ અબ્બાસ છે.

(5:11 pm IST)