Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં કરીના કપૂર સલવાર શૂટમાં તો આમિર ખાન સરદારના ગેટઅપમાં જોવા મળશે

નવી દિલ્હી: લાંબા સમયથી બોલીવુડના મિસ્ટ પરફેક્સનિસ્ટ આમિર ખાન  પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' ને લઇને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગને લઇને પણ આમિર ખાન ખૂબ વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે બોલીવુડની જાણિતી અભિનેત્રી કરીના કપૂર જોવા મળશે. તમને જણાવી દઇએ કે જોડી પહેલાં પણ ફિલ્મ 'થ્રી ઇડિયટ' અને 'તલાશ'માં જોવા મળી ચૂક્યા છે અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવામાં સફળ રહ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે દર્શકોને જોડી પસંદ છે.

                હાલમાં સોશિયલ મીડિયા પર ફિલ્મની શૂટિંગના કેટલાક ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે. જોકે વાયરલ ફોટા દ્વારા આમીર ખાન અને કરીના કપૂરનો 'લાલ સિંહ ચડ્ઢા' નો લુક સામે આવ્યો છે. એક તરફ આમિર ખાન બિલકુલ એક સરદારના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ કપૂર સલવાર સૂટમાં જોવા મળી રહી છે.

                તમને જણાવી દઇએ કે આમિર ખાનની આગામી ફિલ્મ બોલીવુડ સ્ટાર ટોમ હેક્સની ફિલ્મ 'ફોરેસ્ટ ગેંપ'ની હિંદી રિમેક છે. ફિલ્મ ઓસ્કર એવોર્ડ જીતનાર ખૂબ ચર્ચિત ફિલ્મ છે. એટલા માટે પણ ફિલ્મ માટે જોરદાર મહેનત કરનાર છે. ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2020માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.

(5:29 pm IST)