Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમર સાથે કામ કરવાની વરૂણની ઇચ્છા

વરૂણ ધવનની ઇચ્છા છે કે તેને હવે ફિલ્મ બાલાનું નિર્દેશન કરનાર અમર કોૈશિક સાથે એક ફિલ્મ કરે. વરૂણે તાજેતરમાં ફિલ્મ બાલા ખાસ સ્ક્રિનીંગમાં નિહાળી હતી.  આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. અમર કૌશિક સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરતાં વરૂણ ધવને કહ્યું હતું કે એક ડિરેકટર તરીકે મને અમર કૌશિક ખૂબ પસંદ છે. તેમની સાથે ભવિષ્યમાં કામ કરવાની મારી ખુબ ઇચ્છા છે. બાલા ખરેખર અલગ ફિલ્મ છે. સાથે જ ફિલ્મના અન્ય કલાકારો સૌરભ શુકલા, જાવેદ જાફરી પણ  ખૂબ જ સારા છે. તો આયુષ્માન, ભૂમિ અને યામી અદ્દભુત છે. વરૂણે મજાકમાં કહ્યું હતું કે મને લાગે છે કે અમર કૌશિકના ખરતા વાળને કારણે તેમણે આ ફિલ્મ બનાવી છે. વાળ ખરવાની સમસ્યા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. એનાથી તો લોકો દૂર નથી જઈ શકતા. બાલા થકી નિર્માતાઓએ આ વિષયને લોકો સમક્ષ લાવીને જણાવ્યું છે કે લોકોએ આ સમસ્યાથી શરમ  ન અનુભવવી જોઇએ. આયુષ્માન ખુરાના હાલમાં અવર્ણનીય કામ કરી રહ્યો છે. તે હમણાં બનારસમાં છે. વરૂણ હાલમાં સારા અલી ખાન સાથે કૂલી નં-૧ની રિમેકમાં કામ કરી રહ્યો છે.

 

(10:10 am IST)