Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અક્ષયનું ફરી ઢીસૂમ ઢીસૂમ

બોલીવૂડમાં ખિલાડી કુમાર તરીકે જાણીતો અક્ષય કોમેડી અને એકશન તેમજ દેશ ભકિતની વધુને વધુ ફિલ્મો કરતો રહે છે. હાલમાં તેના સિતારા બુલંદી પર છે. તેની તાજેતરમાં દિવાળીના તહેવારમાં રિલીઝ થયેલી ફિલ્મ હાઉસફુલ-૪એ પણ ભરપુર કમાણી કરાવી આપી છે. અક્ષયની કોમેડી સોૈ ચાહકોને ગમી છે. એ પહેલા આવેલી અક્ષયની મિશન મંગલ પણ સફળ રહી હતી. હવે અક્ષય કુમાર ફરીથી એકશનથી ભરપુર ફિલ્મ કરી રહ્યો છે.  જોકે તેમાં ઇમોશન અને મનોરંજન પણ હશે. અક્ષય, વાસુ અને નિખિલ અડવાણી આ ફિલ્મ સાથે મળીને બનાવી રહ્યા છે. વાસુની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ લંડનમાં કરવામાં આવશે. વાસુ ભગનાની અને અક્ષય આ ફિલ્મ માટે લાંબા સમયથી વાતચીત કરી રહ્યા હતા. અક્ષય પાસે હાલમાં ફિલ્મોની હારમાળા છે.ઙ્ગતે લક્ષ્મી બોમ્બ, પૃથ્વીરાજ ચૌહાણ અને ગૂડ ન્યુઝ સહિતની ફિલ્મો કરી રહ્યો છે.

(10:09 am IST)