Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પ્રમોશનમાં વ્યસ્ત તારા

બોલીવૂડમાં સ્ટુડન્ટ ઓફ ધ  યર-૨ થકી એન્ટ્રી કરી ચુકેલી અને એક ફિલ્મથી જ નામના મેળવી ચુકેલી તારા સુતારીયા હવે સિધ્ધાર્થ અને રિતેશ સાથેની ફિલ્મ મરજાંવામાં એક મુક યુવતિનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ આ અઠવાડીએ જ રિલીઝ થઇ રહી છે. દરમિયાન તારાએ અગાઉની અભિનેત્રીઓ બાબતે કહ્યું હતું કે મધુબાલા, મીનાકુમારી અને નૂતન મને હંમેશાંથી ખૂબ જ પસંદ છે. સ્ક્રીન પર તેમની હાજરી, સુંદરતા, આંખો અને હાવભાવ અલગ જ લેવલના છે. તેઓ એકસપ્રેશન દ્વારા જ ઘણુ બધુ કહી જતા હતાં. મધુબાલા અને મીનાકુમારી જેવી વાત આજની એક પણ હિરોઈનમાં નથી. અમારી જનરેશનમાં તેમના જેવી 'અદા' અને 'નજાકત' નથી. હું એવી આશા રાખી રહી છું કે એક દિવસ અમે ફરી એને લઈ આવીશું. તારા મરજાંવા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૧૯ નવેમ્બરે તારાનો જન્મદિવસ આવી રહ્યો છે. ૧૯૯૫માં તેનો જન્મ થયો હતો. તેની જુડવા બહેનનું નામ પિયા છે. તે પારસી પરિવારની છે. તારાએ બાળ કલાકાર તરીકે ૨૦૧૦માં ડિઝનીના ટીવી શોમાં કામ કર્યુ હતું. તેની મરજાંવા પછીની ફિલ્મનું નામ તડપ છે.

(10:09 am IST)