Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને કોઈ રાહત નહીં: 13 ઓક્ટોબરે જામીન પર સુનાવણી

મુંબઈ: ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે (11 ઓક્ટોબર) રાહત મળી નથી. મુંબઈ સેશન્સ કોર્ટે તેની સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. ત્યાં સુધી આર્યન ખાનને આર્થર રોડ જેલમાં રહેવું પડશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ જ દિવસે એટલે કે બુધવારે જ તેનો જવાબ દાખલ કરશે. ન્યાયાધીશ વીવી પટેલે એનસીબીને બુધવાર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી 13 ઓક્ટોબરે બપોરે 2.45 વાગ્યે નક્કી કરવામાં આવી છે.

(5:10 pm IST)