Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પાત્ર માટે રોજ ત્રણ કલાક તાલિમ લીધી હતી આકાંક્ષા સિંહે

રાજસ્થાન જયપુરની આકાંક્ષા સિંહ ટીવી પરદે ઓળખ બનાવી ચુકી છે. તે છેલ્લા એક દસકથી નાના પરદે કામ કરી રહછે. ના બોલે તુમ ના મૈને કુછ કહા શોથી શરૂઆત કરનારી આકાંક્ષા હવે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ કામ કરી રહી છે. આગામી થ્રિલર વેબ સ્રિીઝ એસ્કેપ લાઇમાં તે પોલીસના રોલમાં દેખાવાની છે. આ પાત્ર માટે તેણે રોજના ત્રણથી ચાર કલાકની તાલિમ લીધી હતી. તેણે કહ્યું હતું કે મારે મારી ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપવું પડ્યું હતું, કારણ કે 'મે ડે' દરમ્યાન થયેલા ફ્રેકચર બાદ હું સાજી થઈ એ પછી મારે સીધું એકશન દૃશ્યનું શૂટિંગ કરવાનું હતું. એ દરમ્યાન મારે દોડવાનું હતું અને ખુબ એકશન કરવાની હતી. મારા માટે એ ખૂબ જ મુશ્કેલ હતું. મારી એકશન વેટરન એકશન ડિરેકટર શામ કૌશલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. દ્રશ્યમાં વાસ્તવિકતા માટે મારે અસલી ગનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આકાંક્ષાએ બદ્રીનાથ કી દુલ્હનીયા અને ચાર તમિલ-તેલુગુ ફિલ્મો પણ કરી છે.

(9:56 am IST)